વડાપ્રધાન મોદીના આગમન પહેલા સોમનાથના તમામ રસ્તાઓ શણગારવામાં આવ્યા હતા, ગુજરાત આવ્યા બાદ શનિવારે સાંજે વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચી સોમનાથ દાદા ના દર્શન કરશે બાદમાં સોમનાથ મંદિર ટ્રસ્ટની ઓફિસમાં બેઠક કરશે, વડાપ્રધાન મોદી ‘ઓમકાર જપ’ માં પણ સામેલ થવાના છે, બીજા દિવસે ૧૧ જાન્યુઆરીએ સવારે સોમનાથ દાદાની પૂજા-અર્ચના બાદ તેઓ ભવ્ય શોભાયાત્રામાં સામેલ થશે અને એક સભાને પણ સંબોધિત કરશે, સોમનાથ મંદિરમાં શંખનાદ અને વેદિક મંત્રો સાથે ૭૨ કલાકનો ઓમકાર જપ શરૂ કરેલ છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ‘સ્વાભિમાન પર્વ’ ઉજવાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલ છે આજે સાંજે તેઓ રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચી હેલિપેડથી સોમનાથ મહાદેવ મંદિર સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો પણ યોજાયો હતો.