
મળતી માહિતી અનુસાર, ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે ૩.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ભૂકંપનું એ.પી સેન્ટર ઉપલેટાથી ૨૮ કિ.મી. દૂર નોંધાયું હતું, છેલ્લા બાર કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે રાત્રે ૦૮:૪૪ કલાકે ૩.૩ ની તીવ્રતાનો પછી વધુ એક આંચકો આવ્યો હતો, જ્યારે ત્રીજો અને ચોથો આંચકો શુક્રવારે વહેલી સવારે ૦૬:૧૯ અને ૦૬:૫૮ કલાકે ૩.૮ ની તીવ્રતાનો અનુભવાયો હતો, જ્યારે ધોરાજીમાં ૦૭:૦૧ કલાકે ભૂંકપ અનુભવાયો હતો, જેના કારણે લોકો ભયભીય થઇ ગયા હતા અને સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.




