મળતી માહિતી મુજબ અમદાવાદના મેમ્મો નરોડા રોડ પાસે આવેલા અંબિકા એસ્ટેટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી, ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે, જોકે, ફેક્ટરીમાં કેટલાક લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે, હાલમાં ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.