GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન ક્લાસ વન અને ક્લાસ ટુ ના કુલ ૧૮ જેટલા અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી (Preliminary Exam) યોજાશે, આ જાહેરાતથી ખાસ કરીને વહીવટી સેવા અને ટેકનિકલ કેડરમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ – ૨૦૨૬ માં યોજાનારી વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે, ઉમેદવારોને વિગતવાર પરીક્ષા કેન્દ્ર અને સમયની માહિતી માટે GPSCની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.