
મળતી માહિતી મુજબ અમદાવાદ ના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલ એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન નાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત થયા બાદ તેમના હકના પેન્શન, GPF અને રજાના રોકડ રૂપાંતરની ફાઈલોમાં સહી કરવાના બદલામાં કોલેજના ટ્રસ્ટી તિમિર અમીને તેમની પાસેથી પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જે પૈકી બે લાખ રૂપિયા અગાઉ સ્વીકારી લેવામાં આવ્યા હતા અને ટ્રસ્ટી તિમિરે બાકીના ત્રણ લાખ રૂપિયાની લાંચ ની રકમ કોલેજના વોચમેન મુરલીમનોહર રામલાલજી ઝંડોલને આપી દેવા જણાવ્યું હતું (નિવૃત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ) ફરિયાદી પાસે લાંચ ની રકમ ની અવારનવાર ઉઘરાણી કરવામાં આવતી હતી, ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી.નો સંપર્ક કર્યો હતો, ફરિયાદીની ફરિયાદને આધારે પાંચ લાખ રૂપિયાની લાંચ માંગનાર ટ્રસ્ટી અને તેના વતી નાણાં સ્વીકારનાર વોચમેનને એસીબી એ છટકું ગોઠવીને ઝડપી લીધા છે, આ ટ્રેપ દરમિયાન વોચમેન ત્રણ લાખ રૂપિયાની રોકડ સાથે રંગેહાથ પકડાઈ ગયો હતો, જ્યારે મુખ્ય આરોપી ટ્રસ્ટી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.




