નેપાળમાં થોડા દિવસ અગાઉ બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવાની ઘટના બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થયેલ હોવાની ઘાટના નાં વીડિયો જોતજોતાંમાં વાઈરલ થઈ જતાં હિંસા અને તણાવ વધ્યો છે, જે બાદ ભારતીય સરહદ પાસે ધાર્મિક વિવાદ મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે પરિસ્થિતિને કાબૂમાં રાખવા નેપાળ સરકારે બીરગંજમાં સંપૂર્ણ કરફ્યુના આદેશ આપ્યા છે અને હાઈઍલર્ટના કારણે ભારત – નેપાળ સરહદ પણ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મૈત્ર પૂલ સહિત સરહદના તમામ વિસ્તારોમાં અવર-જવર બંધ કરવામાં આવી છે અને બીરગંજમાં માત્ર આવશ્યક સેવાઓને જ અનુમતિ આપવામાં આવી છે, સીમા સુરક્ષા દળની ટુકડીઓ સરહદ પર તૈનાત કરી દેવામાં આવી છે, ભારત – નેપાળ સરહદ પર ડોગ સ્ક્વોડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.