AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આજે અમદાવાદ શહેર માં ગંદકી ફેલાવનાર એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે, AMC નાં પશ્ચિમ, ઉત્તર સહિતન ઝોનના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ અને ગંદકી ફેલાવનાર પાન ના લારી – ગલ્લા, ચા ની કીટલી સહિતના ૫૦૦ થી વધુ એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગંદકી ફેલાવતા ૪૦૦ થી વધુ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.
શહેરના ૧૦ જેટલા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, સમગ્ર મામલે AMC એ રૂ.૩.૭૫ લાખથી વધુ ની રકમનો દંડ વસૂલ્યો હતો, શહેરના પશ્ચિમ ઝોનમાં કુલ ૨૩૪ યુનિટ ચેક કરતાં ૧૪૪ જેટલા એકમોને ગંદકી ફેલાવવાના અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે નોટિસ ફટકારીને ૨.૭૫ લાખ ની રકમનો દંડ વસૂલવામાં આવ્યો હતો.