પોષ સુદ પૂનમ એટલે જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ અને શ્રદ્ધાનો મહાસંગમ આ દિવસે યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડે છે, યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૩ જાન્યુઆરી, ૨૦૧૬ ના રોજ માતાજીના પ્રાગટ્ય દિન, પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, પોષી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને યાદગાર બનાવવા અને મહોત્સવના સુચારુ આયોજન માટે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષાને લઈને અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા આ વર્ષે પણ પરંપરાગત રીતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.