અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભાવિન ચાર રસ્તા ખાતે ગઈકાલે સાંજના સમયે પૂર ઝડપે એક કાર રોંગ સાઇડમાં આવી રહી હતી આ કાર ચાલકે ચાર રસ્તા પાસે પહોંચતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ચાર રસ્તા પર એક એક્ટિવા, રીક્ષા અને અન્ય કારને ટક્કર મારી હતી, આ ટક્કર વાગતા એક્ટિવા ચાલક નીચે પછડાયો હતો, જ્યારે રિક્ષાને ટક્કર વાગતા રીક્ષાની દિશા પણ બદલાઈ ગઈ હતી, સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, અકસ્માત અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરુ કરી છે.