
ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા FRC એ નક્કી કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધારાની એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વધુ રકમ વસૂલાતી હોવાની ફરિયાદો સામે આવતાં આ ગેરરીતિ પર અંકુશ લાવવા માટે હવે FRC દ્વારા મોટો નિર્ણય લીધો છે, ખાનગી શાળાઓને મંજૂર કરાયેલ ફી નો ઓર્ડર નોટિસ બોર્ડ પર લગાવવાની સૂચના આપેલી હોવા છતાં તેનું પાલન થતું ન હતું જેને લીધે વાલીઓ નિયમ મુજબ ની ફી ની રકમ થી અજાણ રહેતા હતા હવે FRC ની વેબસાઈટ પર ફી ની વિગતો જાહેર થતાં વાલી અને વિદ્યાર્થીઓ સરળતાથી ફી ની માહિતી મેળવી શકશે, જો કોઈ સ્કૂલ મંજૂરી કરતા વધુ ફી ની રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે જેને પગલે સ્કૂલ અને સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.
સમગ્ર ગુજરાતની આશરે ૫૭૮૦ જેટલી ખાનગી સ્કૂલોની નિયત ફી ની વિગતો હવે FRC ની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકશે, હવે પછી કોઈપણ ખાનગી સ્કૂલની FRC દ્વારા મંજૂર કરાયેલ ફી ની વિગતો વાલી અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ જોઈ શકશે, FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈપણ પ્રકારની વધારાની રકમ વસૂલવી એ ગેરકાયદે ગણાશે અને એડમિશન ફી કે ટર્મ ફી વસુલવા માટે અલગથી કોઈ છૂટ આપેલ નથી એટલે કે શાળા દ્વારા હવે પછી FRC દ્વારા મંજૂર કરેલ ફી સિવાય એક પણ રૂપિયો વસુલ લઈ શકશે નહીં.




