
ઉત્તરાયણ – ૨૦૨૬ પહેલા ગુજરાત હાઇકોર્ટે પ્રતિબંધિત ચાઇનીઝ માંઝા, નાયલોન, કૃત્રિમ કોટિંગવાળા પ્લાસ્ટિકના દોરા, કાચથી કોટેડ નાયલોન અથવા કૃત્રિમ દોરા (પરંપરાગત માંઝા સિવાય) અને ચાઇનીઝ સ્કાય ફાનસ (તુક્કલ) સહિતના ખતરનાક દોરા પર પ્રતિબંધ લાગુ કરવાના રાજ્યના પ્રયાસોની સમીક્ષા કરી છે, જેમાં હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓના વેચાણ, સંગ્રહ અને વપરાશ કરનાર સામે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ અપાયો છે, કોર્ટે તમામ જીલ્લા પોલીસ વડાઓને નિર્દેશ કર્યો છે કે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગેનો ડે-ટુ-ડે (રોજિંદો) રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
ગુજરાતના ગૃહ વિભાગના મુખ્ય સચિવ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલ સોગંદનામા માં તંત્ર દ્વારા ચાઇનીઝ માંઝા, નાયલોન, કૃત્રિમ કોટિંગવાળા પ્લાસ્ટિકના દોરા, કાચથી કોટેડ નાયલોન અથવા કૃત્રિમ દોરા (પરંપરાગત માંઝા સિવાય) અને ચાઇનીઝ સ્કાય ફાનસ (તુક્કલ) સહિતના ખતરનાક દોરાનો ઉપયોગ કરવા સામે તેની અમલીકરણ ઝુંબેશ અને જનજાગૃતિ ઝુંબેશની વિગતવાર માહિતી આપી હતી.




