
ગુજરાત, રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી અરવલ્લી પર્વતમાળામાં માઈનિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે, સરકારે જણાવ્યું છે કે, તે સમગ્ર અરવલ્લી પર્વતમાળાનું રક્ષણ કરશે અને અરવલ્લી પર્વતમાળામાં કોઈ નવા માઇનિંગ લાઇસન્સ કે લીઝ આપવામાં નહીં આવે એટલે કે કોઈ માઇનિંગ થશે નહીં, હવે અરવલ્લી રેન્જ પર ગેરકાયદે માઇનિંગ પર પ્રતિબંધ લાગશે, આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પહાડોમાં થઈ રહેલા ગેરકાયદે અને અનિયમિત માઇનિંગને પૂરી રીતે રોકવાનો છે, આ પ્રતિબંધ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળા પર સમાન રીતે લાગુ પડશે.
કેન્દ્ર સરકારે એ પણ નિર્દેશ આપ્યો છે કે, પહેલાથી કાર્યરત ખાણો માટે સંબંધિત રાજ્ય સરકારો તમામ પર્યાવરણીય સલામતીના પગલાંનું કડક પાલન સુનિશ્ચિત કરશે અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે અને જ્યાં માઇનિંગ થયું છે, તે વિસ્તારોમાં ફરીથી સુધારાની અને હરિયાળી સ્થાપવાના ઉપાય કરવામાં આવશે, આ યોજના જાહેર જનતા અને નિષ્ણાતોના મંતવ્યો માટે પબ્લિક ડોમેનમાં રાખવામાં આવશે, આ પગલાથી સમગ્ર અરવલ્લી પ્રદેશમાં માઇનિંગ પર નિયંત્રણ વધશે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે “નો-માઇનિંગ ઝોન”નો વ્યાપ વધશે.




