
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ નાં નરોડાથી સૂતરના કારખાના થઈને જીઆઈડીસી જતી બસ રૂટ નંબર – ૧૨૮ અને ૧૩૦ ને છેલ્લા એક મહિનાથી ડાયવર્ટ કરી બસો સૂતરના કારખાના જવાને બદલે આરાધના એપાર્ટમેન્ટ અને સદવિચાર પરિવાર થઈને સીધી જીઆઈડીસી ગેટ નંબર ૫ માં જવાને લીધે નરોડા રેલવે સ્ટેશન જવા માટે મુસાફરોને નરોડા ટર્મિનસ પર જ ઉતારી દેવાય છે તેમને રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે પોતાના ભારે માલ – સામાન સાથે અંદાજિત એક કિલોમીટર જેટલું ચાલવું પડે છે અથવા તો રિક્ષાના ૬૦ થી ૭૦ રૂપિયા ભાડું ચૂકવવું પડે છે.
સૂતરના કારખાના સર્કલ પર હિંમતનગર હાઈવે, જીઆઈડીસી અને રેલવે સ્ટેશનનો ભારે ટ્રાફ્કિ થતાં જેના કાયમી ઉકેલ માટે નરોડા ટર્મિનસથી રેલવે સ્ટેશન તરફ્નો રસ્તો પહોળો કરવો અત્યંત જરૂરી છે પરંતુ આ માર્ગ પર એક રાજકીય સાંઠગાંઠ ધરાવતા નેતાની ઓફિસ આવેલ હોવાને કારણે કોર્પોરેશન આ દબાણ હટાવતું નથી અને તેના બદલે મુસાફરોને હેરાન કરીને બસોના રૂટ બદલી નાખવામાં આવ્યા છે, એક રાજકીય નેતાના હિત ખાતર સામાન્ય જનતાના પરસેવાની કમાણી અને સમયનો વ્યય થઈ રહ્યો હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ હટાવવાની કામગીરી કરવામાં પીછેહઠ કરી રહ્યું હોવાના આક્ષેપો સાથે આ રોડ ખોલવાથી રોજેરોજ મુસાફરી કરતા હજારો નોકરિયાતો અને સામાન્ય જનતાને ફાયદો થાય તેવું સ્થાનિકો પાસેથી જાણવા મળેલ છે.




