મળતી માહિતી મુજબ સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા પરના ખાડાઓ હવે જીવલેણ સાબિત થઈ રહ્યાં છે અને નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા હોય તેમ અરવિંદ મિલના ગેટ પાસે રસ્તા પર લાંબા સમયથી પડેલ એક મસમોટા ખાડામાં નરોડા તરફથી આવી રહેલ એક ટ્રક ચાલકે આ ખાડાને કારણે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અમદાવાદના ભદ્રકાળી મંદિર નાં દર્શન માટે પંજાબ થી આવેલ ૨૮ વર્ષીય સોનાલી નામની યુવતી સાથે આ ટ્રક અથડાઈ હતી, આ ટ્રક ની ટક્કર એટલી જોરદાર હતી કે સોનાલીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.