ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે ૧૯ ડિસેમ્બર ના રોજ SIR ની કામગીરી પૂર્ણ કર્યા બાદ તૈયાર કરેલ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાઈ છે જેમાં ગુજરાત રાજ્ય ના કુલ ૪.૩૪ કરોડ મતદારો નોંધાયા છે અને ૭૩.૭૩ લાખ જેટલા મતદારોના નામ કપાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે, આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે કોઈ મતદારનું નામ ન હોય તે મતદાર ૧૮ મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે.
ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેર કરાયેલ વેબસાઇટ http://ceo.gujarat.gov.in જાહેર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદીમાં પણ તમારું નામ ચકાસી શકાય છે.