
આજે વહેલી સવારે દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસ ને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, વહેલી સવારે મથુરામાં એક પછી એક ૭ બસો નો અકસ્માત થયો, જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ૨૫ જેટલાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
યમુના એક્સપ્રેસ-વે પર માઈલસ્ટોન-૧૨૭ નજીક આ અકસ્માત થયો હતો બસો આગ્રાથી નોઇડા તરફ જઈ રહી હતી અને ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે, અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી.
ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવી લીધો છે, મથુરા જીલ્લા નાં SSP શ્લોક કુમારે ૪ લોકોના મોતની પુષ્ટિ કરી છે, તેમનો દાવો છે કે હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તો માંથી કોઈની હાલત ગંભીર નથી, અકસ્માત બાદ સુરક્ષા નાં કારણોસર માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવાયો છે, અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતનું કારણ જાણવા ઊંડી તપાસ શરૂ કરી દેવાઈ છે.




