અમદાવાદ નારોલ વિસ્તારમાં રસોઈ બનાવતી વખતે ગેસના બાટલા માંથી ગેસ લીક થતા ગેસ નો બાટલો ફાટવાથી આગ લાગવાની ઘટના બની હતી, નારોલ ના સત્યમ નગર વિસ્તારમાં લાગેલી આગમાં એક યુવક અને યુવતી ગંભીર રીતે દાઝી ગયા હતાં જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું અને અન્ય એક મહિલા હાલમાં સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે ની કામગીરી કરી હતી, નારોલ પોલીસ દ્વારા મોત ના પગલે વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.