
અમદાવાદ માં આવનાર ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે, જેમાં ત્રણ અલગ અલગ સ્ટેજ ઉપરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામા આવશે, લેસર શો અને સાઉન્ડ શો પણ યોજાશે, અમ. મ્યુ.કોર્પોરેશન દ્વારા આ વર્ષે કાંકરિયા કાર્નિવલ માટે છ કરોડ રુપિયાનો ખર્ચ કરાશે, ૨૫ ડિસેમ્બર સાંજથી શરુ થનારા કાર્યક્રમને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ, ગુજરાતના ખ્યાતનામ કલાકારોના ડાયરા જેવા કાર્યક્રમ ઉપરાંત રોજ સવારે મેડીટેશન અને બપોરે યોગા, ઝુમ્બા થશે, આ ઉપરાંત ફુડ કોમ્પિટીશન, નેલ આટર્સ કોમ્પિટીશન, મહેંદી કોમ્પિટીશન તથા નાના બાળકો માટે લેખન સહીતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે, કાર્નિવલ દરમિયાન કાંકરિયામાં વિના મૂલ્યે લોકોને પ્રવેશ અપાશે, આ ઉપરાંત ડ્રોન શો, મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના બાળકો દ્વારા યોગ અને પીરામીડ નિર્દેશન, વંદે માતરમ ઉપર નૃત્ય પ્રસ્તુતિ સહીતના અન્ય આકર્ષણ પણ રાખવામા આવ્યા છે.




