
ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં હાથ ધરાઇ રહેલી મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા SIR નો સંસદમાં બચાવ કરતા અમિત શાહ ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બન્ને વચ્ચે સંસદની કાર્યવાહી દરમિયાન ઉગ્ર બોલાચાલી થઇ હતી, રાહુલ ગાંધીએ વોટચોરી અંગેની તેમની ત્રણ પ્રેસ કોન્ફરંસ પર ચર્ચા કરવાઅને મારા સવાલોનો જવાબ આપવા અમિત શાહને પડકાર ફેંક્યો હતો જેનો અમિત શાહે આક્રમક રીતે જવાબ આપતા કહ્યું હતું કે, હું ૩૦ વર્ષથી વિધાનસભા અને સંસદમાં ચૂંટાતો આવ્યો છું, મને સંસદીય પ્રણાલીનો લાંબો અનુભવ છે, વિપક્ષ નેતા મહોદય કહે છે કે પહેલા મારી વાતો સાંભળો, હું તેમને જણાવવા માગુ છું કે, તમારા હિસાબે સંસદ નહીં ચાલે, મારા બોલવાનો ક્રમ હું નક્કી કરીશ, આ રીતે સંસદ નહીં ચાલે, હું તમારી ઉશ્કેરણીમાં નહીં આવું, આ સાથે જ અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે, જવાહરલાલ નહેરુજી, ઇંદિરા ગાંધી અને સોનિયા ગાંધી આ ત્રણેયે વોટચોરી કરી હતી, નહેરુજી વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો.
સંસદ માં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ ડર અને ઘબરાહટ વાળો જવાબ છે, આ સાચો જવાબ નથી, ત્યારે અમિત શાહે કહ્યું હતું કે, મને તેમના કપાળે ચિંતાની રેખાઓ દેખાઇ રહી છે, ગૃહમંત્રીએ કહ્યું હતું કે દેશમાં જ્યારે પ્રથમ વડાપ્રધાન પસંદ કરવાના હતા ત્યારે વોટચોરીની પ્રથમ ઘટના બની હતી, તે સમયે દેશમાં જેટલા પણ કોંગ્રેસના અધ્યક્ષ હતા તેમણે વડાપ્રધાન પદ માટે ઉમેદવાર નક્કી કરવા મતદાન કર્યું જેમાં ૨૮ મત સરદાર પટેલને મળ્યા જ્યારે બે મત જવાહરલાલ નહેરુને મળ્યા હતાં તેમ છતાં જવાહરલાલ નહેરુજી વડાપ્રધાન બન્યા, અમિત શાહે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી રાયબરેલીથી ચૂંટાયા હતા ત્યારે આ ચૂંટણીને હાઇકોર્ટમાં પડકારાઇ હતી અને હાઇકોર્ટે આ ચૂંટણી રદ્દ કરી હતી, ઇંદિરા ગાંધીની આ ચૂંટણી માં પણ મોટી વોટચોરી થઈ હતી, સોનિયા ગાંધી આ દેશના નાગરિક બન્યા તે પહેલા જ મતદાર બની ગયા હતા, આ મુદ્દે કોર્ટમાં અરજી કરાઇ છે, અમિત શાહના આ નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો.




