
ગોવાના અરપોરા વિસ્તારમાં ‘બિર્ચ બાય રોમિયો લેન’ નામના એક રેસ્ટોરન્ટ-કમ-નાઇટ ક્લબમાં મોડી રાત્રે સિલિન્ડર બ્લાસ્ટ થવાની મોટી દુર્ઘટના ઘટી હતી, ગણતરીની સેકન્ડોમાં આગ એટલી ભયંકર રીતે ફેલાઈ ગઈ કે લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો, આ દર્દનાક દુર્ઘટનામાં ૨૫ લોકોના મોત થયા છે, મૃતકોમાં ૨૦ લોકોનો શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હતું અને ત્રણ લોકોના મૃતદેહો ગંભીર રીતે દાઝી ગયેલા મળી આવ્યા હતા, મૃતકોમાં મોટા ભાગના ક્લબના કિચન સ્ટાફ હતા, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે, મૃતકોમાં ત્રણથી ચાર પ્રવાસીઓ પણ સામેલ છે.
ગોવાના CM પ્રમોદ સાવંતે આ ઘટનાને રાજ્ય માટે ‘બહુ દર્દનાક દિવસ’ ગણાવી અને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે, તેમણે કહ્યું કે “ગોવા જેવા પર્યટન રાજ્ય માટે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, જે લોકો ગેરકાયદેસર રીતે આવી ગતિવિધિઓ ચલાવી રહ્યા છે તેના લીધે આગની આ ઘટના બની છે, સરકાર આ સમગ્ર મામલાની તપાસ કરાવશે અને જે પણ દોષિત જણાશે, તેમની વિરુદ્ધ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરાશે, ગોવા પોલીસના ડી.જી.પી આલોક કુમારના જણાવ્યા અનુસાર, રાત્રે ૧૨ વાગ્યા ની આસ પાસ પોલીસ કંટ્રોલ રૂમને આગની સૂચના મળી હતી, તાત્કાલિક પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી હતી, મળતી માહિતી મુજબ શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે ક્લબમાં ફાયર સેફ્ટીના પૂરતા બંદોબસ્ત નહોતા જેનાં પગલે ક્લબ મેનેજમેન્ટ વિરુદ્ધ કડક પગલાં લેવાના સંકેત આપવામાં આવ્યા છે.




