
AMC ના દક્ષિણ ઝોનના મણીનગર, વટવા, લાંભા, ખોખરા ઉપરાંત ઈન્દ્રપુરી વોર્ડના વિસ્માતારો માં બી.યુ પરમીશન વગર ચાલતી ૧૩ હોસ્પિટલોને દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગે સીલ કરી છે અને ૨૭ હોસ્પિટલોને બી.યુ. રજૂ કરવા નોટિસ અપાઈ છે.
મળતી માહિતી મુજબ દક્ષિણ ઝોનના જુદા જુદા વોર્ડના વિસ્તારોમાં ચાલતી અભીષેક હોસ્પિટલ – મણીનગર, બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ – ખોખરા, ડોકટર સમીર એન્ડ શાહ સર્જિકલ નર્સીંગ હોમ – મણીનગર, આશીર્વાદ આઈ હોસ્પિટલ – ખોખરા, હેતા સ્કીન કલીનીક – ખોખરા ઉપરાંત રીયાના મલ્ટી હોસ્પિટલ – લાંભા, વાત્સલ્ય હોસ્પિટલ – વટવા, વેદ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ – વટવા, રાજપૂત આઈ હોસ્પિટલ,/ – ઈન્દ્રપુરી, રાજપૂત ચિલ્ડ્રન હોસ્પિટલ – ઈન્દ્રપુરી, આશીર્વાદ સર્જિકલ હોસ્પિટલ – ઈન્દ્રપુરી, શ્રીજી સર્જિકલ હોસ્પિટલ – ખોખરા તથા કુણાલ હોસ્પિટલ – ખોખરા ને સીલ કરવામાં આવેલ છે.




