
AMC દ્વારા અમદાવાદના વર્ષો જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડતાં રિપેરિંગ માટે ૪ ડિસેમ્બરથી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે, આ દરમિયાન AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા હાલમાં તૂટેલા સ્પાનને રીપેર કરવો કે પછી આખો તોડીને નવો બનાવવો તે અંગે બેથી ત્રણ અલગ-અલગ વિકલ્પો નક્કી કરવામાં આવ્યા છે, સુભાષ બ્રિજને કેવી રીતે રીપેર કરવો તેના માટે પણ કન્સલ્ટન્ટ્સ પાસેથી જુદા-જુદા સોલ્યુશન્સ મેળવવામાં આવી રહ્યા છે, અને આગામી બેથી ત્રણ દિવસમાં આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે, પ્રાપ્ત માહિતી મુજબ AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગમાંથી સુભાષ બ્રિજના તમામ સ્પાનની તપાસ કરવા માટે બ્રિજ કન્સલ્ટન્ટ્સને જવાબદારી સોંપવામાં આવી છે, આ બ્રિજના જે સ્પાનમાં તિરાડ પડી છે અને અમુક ભાગ બેસી ગયો છે, તે અંગે ત્રણ જેટલાં બ્રિજ કન્સલ્ટન્ટ્સ અને રાજ્ય સરકારના બિલ્ડિંગ વિભાગ સાથે ચર્ચા-વિચારણા અને બેઠકો યોજાઈ છે.




