
આજે રશિયા ના પ્રમુખ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે, પી.એમ મોદીએ તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું, પી.એમ મોદીએ ગળે લગાવીને પોતાના મિત્ર પુતિનનું સ્વાગત કર્યું, ત્યારબાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ પુતિન એક સાથે એક જ કારમાં રવાના થયા, રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે.
રશિયાના પ્રમુખ પુતિનની સાથે એક વિશેષ પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે, આ બિઝનેસ ડેલિગેશનમાં રાજેશ શર્મા પણ છે, રશિયાની ફાર્મા કંપનીઓને ભારત સાથે મોટા કરાર થવાની આશા છે, રશિયન સંરક્ષણ મંત્રી આંદ્રેઈને ગાર્ડ ઑફ ઓનર અપાયું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષે નેશનલ વૉર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી, રશિયન સંરક્ષણ મંત્રી આંદ્રેઈ આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે ૨૨ મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગ લશ્કરી અને લશ્કરી-તકનીકી સહકાર મંત્રી સ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે.




