
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી ૭ ડિસેમ્બરે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ ઊજવાશે ૧૦૦ સંતો અને ૧૦૦૦ જેટલા સ્વંયસેવકો દ્વારા તેની તડામાર તૈયારી કરાઈ રહી છે, સાબરમતી નદીમાં ડેકોરેટિવ લાઈટિંગ ધરાવતી હોડીઓ પર ૭૫ સૂત્રો પ્રદર્શિત કરાશે જે આ સમારોહનું સૌથી મોટું આકર્ષણ હશે, મળતી માહિતી મુજબ અમદાવાદ ના શાહપુરમાં આવેલી આંબલીવાળી પોળમાં ૨૮ વર્ષીય પ્રમુખ સ્વામી મહારાજને તા – ૨૧/૦૫/૧૯૫૦ ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ નિયુક્ત કરાયા હતા જેને ૨૦૨૫ માં ૭૫ વર્ષ પૂરા થયા આ પ્રસંગે અમદાવાદમાં જ એક સ્મૃતિરૂપે તેમને અંજલિ આપવા અને સ્મૃતિમાં પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ સમારોહ યોજાઈ રહ્યો છે.
પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપવા સાબરમતી નદીમાં નૌકાની સાથે તેમના ગુણો જોડાશે..
સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર પ્રમુખ સ્વામી માર્ગ છે, આ કાર્યક્રમ માં પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપવા નદીમાં નૌકાની સાથે તેમના ગુણો જોડી, શ્રીમદ્ ભાગવત, ભગવદ ગીતા, વચનામૃત, તુલસીદાસકૃત રામચરિત માનસ અને મહાભારત જેવા શાસ્ત્રો તેમજ સંત-કવિઓની રચનામાં સંતોના ગુણો, લક્ષણો અને મહિમાના સદગુણો માંથી કુલ ૭૫ સૂત્રોની પસંદગી કરાઈ છે જે તમામ ડેકોરેટિવ લાઈટિંગવાળી હોડીઓ પર પ્રદર્શિત કરાશે, આ પ્રસંગે મહંત સ્વામી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે અને આ ઉપરાંત અમદાવાદના આમંત્રિત હરિભક્તો અને મહેમાનો હાજર રહેશે.




