
ચૂંટણી પંચે બિહાર બાદ હવે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘SIR’ શરૂ કર્યો છે, જેનો પહેલો તબક્કો ચાર ડિસેમ્બરે પૂરો થવાનો હતો, SIR ની કામગીરીના બોજ અને અનેક પ્રકારની જટીલતાઓના કારણે વ્યાપક સમસ્યાઓ ઊભી થઈ રહી છે તથા કામના બોજ ને લીધે બીએલઓનાં મોત થઈ રહ્યા છે અથવા તેઓ આત્મહત્યા કરી રહ્યા છે તેવા વિપક્ષના આક્ષેપોના કારણે ચૂંટણી પંચે રવિવારે ‘SIR’ ની કામગીરીની ટાઈમલાઈન સાત દિવસ લંબાવી છે.
ચૂંટણી પંચે જણાવ્યું છે કે, SIR નો પહેલો તબક્કો જે ૪ ડિસેમ્બરે પૂરો થવાનો હતો તે હવે ૧૧ ડિસેમ્બરે પૂરો થશે, એટલે કે મતદારો ૧૧ ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે, ચૂંટણી પંચે જાહેર કરેલી નોટિસ મુજબ પુન: નિરીક્ષણ પછી મતદાર યાદીનો મુસદ્દો ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત કરાશે અને અંતિમ મતદાર યાદી હવે ૧૪ ફેબ્રુઆરી એ પ્રકાશિત કરાશે, મતદારો ૧૧ ડિસેમ્બરે ફોર્મ ભરીને આપે પછી ૧૨ થી ૧૫ ડિસેમ્બર વચ્ચે કંટ્રોલ ટેબલ તૈયાર કરાશે.




