ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-૩ સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે.
આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ ૩ ડિસેમ્બર, ૨૦૨૫ થી OJAS પોર્ટલ પર શરૂ થશે, અરજી કરવા માટે ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ની મુલાકાત લેવી, તારીખ – ૦૩/૧૨/૨૦૨૫ બપોરે ૨ કલાક થી અરજી લેવાની શરૂઆત થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ – ૨૩/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધીની રહેશે.