
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરમાં જાહેરમાં ગંદકી કરતા એકમો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરનારા લોકો સામે AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નાં સ્વચ્છતા સ્ક્વોડની ટીમ દ્વારા શહેરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૮૬૪ એકમોની તપાસ કરવામાં આવી હતી, જે પૈકી સફાઈ-સેનિટેશનને લગતી ૭૨૬ નોટિસ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક ના ઉપયોગ અંગેની ૩૬૯ સહિત કુલ ૧૦૯૫ નોટિસ આપવામાં આવી છે, અને તેમની પાસેથી રૂ. ૪.૭૮ લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે, અને ૨૨.૮ કિ.ગ્રા. જેટલો પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે અને ૩૦ થી વધુ એકમોને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે.
AMC દ્વારા શહેર ના બોડકદેવમાં ગ્લાવિલા બકલાવા, આર.કે. પાર્ટી પ્લોટ, ધ વ્હાઈટ કોરન, વસ્ત્રાલમાં સહજાનંદ વેજિટેબલ, અમરાઈવાડીમાં આશાપુરા ટી સ્ટોલ, જય અંબે ટી સ્ટોલ, ઓઢવમાં સુપાશ્વ સ્ટીલ, ભૂમિ હેર કટીંગ, મંગલપાંડે રોડ પર શ્રી ખોડિયાર ઓટો સર્વિસ, નિકોલમાં ટ્વીન્સ આઈસ, નીરવ એલ્યુમિનિયમ, આર.બી. એજન્સી સહિતનાં એકમોને સીલ કરેલ છે.




