
દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં ઠેર ઠેર તબાહી મચાવી છે, ગઇકાલથી જ ભારે પવન સાથે વરસાદ અને પૂરના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી ૯૦ લોકોના મોત થયા છે અને ૧૦૦ જેટલા લોકો હજુ પણ ગુમ છે, આ કુદરતના પ્રકોપ વચ્ચે ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારત શ્રીલંકાની વહારે આવી રાહત સામગ્રી મોકલવાની શરૂઆત કરી છે.
વડાપ્રધાન મોદીએ વાવાઝોડાથી થયેલા વિનાશ પર દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘હું તમામ પ્રભાવિત પરિવારોને સાંત્વના પાઠવું છું તથા તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું, પડોશી દેશ પ્રત્યે એકતાની ભાવના રાખી ભારતે ઓપરેશન સાગરબંધુ હેઠળ તાત્કાલિક રાહત સામગ્રી અને માનવીય સહાય પાઠવી છે, સ્થિતિ અનુસાર વધુ મદદ માટે પણ અમે તૈયાર છીએ.’ આ સિવાય ભારતના વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું કે INS વિક્રાંત અને INS ઉદયગીરીની મદદથી કોલંબોમાં રાહત સામગ્રી મોકલવામાં આવી છે, દિતવાહ વાવાઝોડું શ્રીલંકા બાદ દક્ષિણ ભારત તરફ આગળ વધવાની શક્યતા છે,એવામાં આગામી ત્રણ દિવસ તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે,




