
પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર અને AMC દ્વારા હાલમાં તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરી છે ત્યારે શહેર માં આવેલ તળાવો પર દાયકાઓથી બાંધવામાં આવેલા દબાણોને પણ દૂર કરવા પડી રહ્યા છે, અગાઉ ચંડોળા તળાવમાં હજારો ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા, આજે ઇસનપુરમાં લગભગ ચાર દાયકાથી તળાવ નજીક બાંધવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે, ૫૦૦ થી વધુ AMC ના કર્મચારીઓ અને શ્રમિકોની ટોળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી રહી છે.
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે બીજું સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના ઈસનપુર તળાવમાં શરૂ કરવામાં આવ્યું છે, ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી સોમવાર સવાર થી શરૂ કરવામાં આવી છે, દબાણ દૂર કરવા માટે ૨૦ જેટલા જેસીબી મશીન સાથે કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.




