સુરત શહેરના સચિન વિસ્તારમાં રખડતા શ્વાનોના વધતા આતંકની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે, પાંચ વર્ષના માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો, આ હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચ વર્ષનો આ માસૂમ બાળક પોતાના ઘર નજીક રમી રહ્યો હતો, અચાનક શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કરી દીધો અને તેને બચકાં ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવતા શ્વાનો ભાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળકને ગંભીર ઈજાઓ થઈ ચૂકી હતી, લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર હોવાની માહિતી મળેલ છે.