
AMC ના દક્ષિણ ઝોન કચેરીમાં છેલ્લા દસ દિવસથી લિફ્ટ બંધ હોવાને લીધે દક્ષિણ ઝોન કચેરીની મુલાકાતે આવતા નાગરિકો અને સિનિયર સિટીઝનોને વારંવાર ધક્કા ખાવા પડે છે, મ્યુ.કમિશનર દ્વારા રિવ્યૂ મિટિંગ માંl અધિકારીઓને નાગરિકોની તકલીફ સમજવા માટેના સૂચનો કરવામાં આવે છે બીજી બાજુ પોતાને મળેલ સત્તા ના નશા માં ધૂત દક્ષિણ ઝોન કચેરીના અધિકારીઓને નાગરિકોની તકલીફો દેખાતી જ નથી તેમને નાગરિકોની દૂર કરવામાં કોઈ રસ જ નથી, નાગરિકો તેમની પાસે કોઈ રજૂઆત કરવા માટે આવી જ ન શકે તે માટે થઈને છેલ્લાં દિવસ થી બંધ પડેલ લિફ્ટ ને શરૂ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
દક્ષિણ કચેરીમાં છેલ્લા એક વર્ષમાં ૨૫ થી વધુ વખત લિફ્ટ ખરાબ થયેલ છે અને અગાઉ પણ નાગરિકો લિફ્ટમાં ફસાઈ ગયેલ હોવાના પણ બનાવો બનેલ છે, કચેરીની બીજી લિફ્ટમાં ફક્ત ચાર વ્યક્તિ પણ જાય તો લિફ્ટ બંધ થઈ જાય છે, લોકો લિફ્ટમાં ફસાઈ જવાની બીકને લીધે આ ખરાબ લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળે છે નાગરિકો દ્વારા મ્યુ.ટેક્ષ ભરવા છતાં પોતાના કામો માટે ધક્કા ખાવા પડે છે તેમ છતાં અધિકારીઓને તેમની તકલીફો સંભળાતી નથી કે દેખાતી નથી.




