
બિહાર વિધાનસભા ચૂંટણી માં વિજય મેળવ્યા બાદ આજે NDA સરકારની રચના થઈ છે, પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત સમારોહમાં જનતા દળ યુનાઈટેડના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે ૧૦ મી વાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ઈતિહાસ રચ્યો છે, શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા તથા NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા કેટલાક કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા, બિહારના રાજ્યપાલ મોહમ્મદ આરિફ ખાને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.
નીતિશ કુમાર નવેમ્બર ૨૦૦૫ માં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા, તે બાદ તેમણે ૨૦૧૦, ૨૦૧૫ માં બે વખત, ૨૦૧૭, ૨૦૨૦, ૨૦૨૨ માં બે વખત અને ૨૦૨૪ માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ભાજપ ના ધારાસભ્ય દળના નેતા સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદન અને તેમના બાદ વિજય સિન્હાએ પણ બીજા નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.




