વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માતની ઘટના બની છે, ફુલ સ્પીડમાં આવી રહેલી કારે ટ્રકની પાછળ અકસ્માત કર્યો હતો અને કારમાં સવાર બે લોકોના મોત થયા છે, હાઈવે પરથી પસાર થતા લોકો પણ અકસ્માત જોઈને થંભી ગયા હતા અને મદદે લાગ્યા હતા, મૃતદેહને કારમાંથી બહાર કાઢયો હતો, પોલીસ ઘટના સ્થળે પહોંચીને હાઈવે પરનો ટ્રાફિક દૂર કર્યો હતો અને ટ્રક ડ્રાઈવરનું પણ નિવેદન લીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા, પોલીસે મૃતદેહની ઓળખ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે, અકસ્માત માં ઇજા થયેલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.