
સાબરમતી જેલમાં ગંભીર ગુનાના આરોપી ઓને હાઈસિક્યોરીટી બેરેકમાં રાખવામાં આવે છે. મર્ડરના ગુના, રાષ્ટ્ર વિરોધી કૃત્ય ના ગુના, આતંકી હુમલાના ગુના, યુએપીએ એક્ટના આરોપી તેમજ કુખ્યાત ગેંગના આરોપીઓને આ બેરેકમાં રાખવામાં આવે છે. જ્યાં સુધી ટ્રાયલ ચાલતી હતી ત્યાં સુધી અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓને પણ અહીં રાખવામાં આવ્યા હતા.
ગુજરાત એટીએસએ હૈદરાબાદના ડૉ.અહેમદને અડાલજ ટોલ પ્લાઝા પાસેથી હથિયારો સાથે પકડતા ખુલાસો થયો કે, કલોલની વેરાન જગ્યામાં મુકવામાં આવેલા હથિયારો ઉપાડીને તે લાવ્યો હતો, એટીએસની તપાસમાં કલોલમાં હથિયારો મુકનાર ઉત્તરપ્રદેશનો આઝાદ સુલેમાન અને મો.સોહેલ હોવાનું ખુલ્યું હતું, એટીએસએ એ બંનેને પણ બનાસકાંઠાથી પકડયા હતા, પોલીસની તપાસમાં ખુલાસો થયો કે, આઈએસઆઈએસનું આતંકી સંગઠન આઈએસકેપીના હેન્ડલર અબુ ખદીજાના ઈશારે ડૉ.અહેમદ, આઝાદ સુલેમાન અને મો.સોહેલ સાઈનાઈડથી પણ ખતરનાર ઝેર રાઈઝિન બનાવી મોટા નરસંહારની યોજના અમલમાં મુકવાના હતા, ડૉ.અહેમદના રિમાન્ડ સોમવારે પુરા થતા તેણે સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો, સાબરમતી જેલમાં મંગળવારે સવારે બેરેકમાં ત્રણ કેદીએ આતંકી ડૉ.અહેમદ પર હુમલો કરી મુક્કા માર્યા હતા, હુમલામાં આતંકીને મોં અને આંખના ભાગે ઈજાઓ થતા જેલ તંત્ર દ્વારા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, રાણીપ પોલીસને બનાવની જાણ થતા ડૉ.અહેમદના ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, કેદીઓએ આતંકી પર દેશદાઝ રાખી હુમલો કર્યાનું અનુમાન જેલ તંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે.




