
ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના પ્રસારને રોકવા અને ડ્રગ સલામતી કાયદાઓનું કડક પાલન કરવાના ભાગરૂપે અમદાવાદ શહેરમાં નશીલી દવાઓના (નાર્કોટિક ડ્રગ્સ) દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને ડામવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકના આદેશાનુસાર મંગળવારે અમદાવાદ શહેર પોલીસે એક મેગા ઇન્સ્પેક્શન ડ્રાઇવ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા મણિનગર, ખોખરા, ઇસનપુર, વટવા, નરોલ, દાણીલીમડા અને વટવા જીઆઇડીસી (GIDC) જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા, આ ઓપરેશન એવા દુકાનદારોને ઓળખવા માટે શરૂ કરાયું હતું જેઓ કથિત રૂપે માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના નિયંત્રિત અથવા નાર્કોટિક દવાઓનું વેચાણ કરી રહ્યા હતા, આ મેગા ચેકિંગ ડ્રાઇવમાં મુખ્યત્વે ડૉક્ટરની પરવાનગી વિના પ્રિસ્ક્રિપ્શન આધારિત દવાઓનું વેચાણ, પ્રતિબંધિત દવાઓનો સ્ટોક રાખવો, નિયમોથી વધુ જથ્થામાં દવાઓ રાખવી, અને જે દવાઓ રાખવા પર કાયદેસર પ્રતિબંધ છે તેવી દવાઓ કબ્જામાં રાખવા જેવા ઉલ્લંઘનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.




