આજે ૨૬મી નવેમ્બર, ભારતનો બંધારણ દિવસ છે. આ દિવસ ભારતીય બંધારણને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આપણે ભારતીય બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આજના ખાસ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. બંધારણ દિવસની ઉજવણીમાં બંધારણની યાત્રા પર ફિલ્મ બતાવવામાં આવશે, બંધારણની કળાને રજૂ કરતી વિશેષ પુસ્તિકા પણ રજૂ થશે અને બે પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવશે.