અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં એક મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક સફળતા હાંસલ કરી છે. તેમણે છેલ્લા 10 મહિનાથી લેબનોનના હિઝબુલ્લાહ સંગઠન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકી દીધું છે. આ યુદ્ધવિરામ માટેની સમજૂતી આજે સવારથી અમલમાં આવી છે. સમજૂતીની પ્રક્રિયામાં અમેરિકા અને ફ્રાન્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. લેબનીઝ સરકારના પ્રધાનો આ બેઠકમાં સામેલ રહ્યા હતા, જોકે હિઝબુલ્લાહના કોઈ પ્રતિનિધિ હાજર નહોતા. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે, જો હિઝબુલ્લાહ આ કરારનો ભંગ કરશે, તો તેને કડક જવાબ આપવામાં આવશે.