ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ખાસ કરીને બહારના લોકો, સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓ પર લાગુ કરવામાં આવ્યો છે. તાજેતરમાં સંભલમાં નેટ બંધ રાખવામાં આવ્યું છે અને શાંતિ જાળવવા માટે પોલીસનો કડક ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, ગઈ કાલે સર્વે દરમિયાન એક ચોક્કસ સમુદાયના લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસાકાંડના કારણે ગણા લોકોના મોત થયા હતા.