Bharuch નાં ટંકારિયા ગામમાં તબીબ સાથે છેતરપિંડી. પોલીસ અને સેન્ટ્રલ બ્યુરો તરીકેની ઓળખ આપી ભેજબાજોએ ઠગાઈ કરી. ધરપકડનો નકલી લેટર મોકલી રૂ. 14 લાખ પડાવ્યા ભેજબાજોએ વીડિયો કોલિંગ કરી ફરિયાદી સાથે આચરી છેરતપિંડી. ભરૂચનાં (Bharuch) ટંકારિયા ગામનાં રહીશ અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ફરિયાદી સાથે ભેજાબાજોએ સોશિયલ મીડિયા થકી પોલીસ અને સેન્ટ્રલ બ્યૂરો તરીકેની ઓળખ આપી ધરપકડનો લેટર મોકલી, ઘરે પોલીસ આવશે તેવી ધમકી આપી હતી અને રૂ. 14 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે સાઇબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ સાથે ફરિયાદીએ ભેજાબાજોએ મોકલેલા બનાવટી દસ્તાવેજો પણ આપ્યા હતા.