
અમદાવાદ શહેર ના “કે” ડિવિઝન નાં વહીવટદારો દ્વારા નો એન્ટ્રી ના સમયે ભારે વાહનોની અવર – જવર કરવા દેવા માટે CCTV પણ બંધ કરાવી દેવામાં આવેલ છે.?
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેર માં ટ્રાફિક શાખામાં “કે” ડિવિઝન નાં વહીવટદારો દ્વારા પોલીસ કમિશનર દ્વારા કરેલ જાહેરનામા ની ઉપરવટ જઈ ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટ ના માલિકો પાસેથી માસિક લાખો રૂપિયાની રકમ નાં હપ્તા ઉઘરાવી તેઓના ભારે વાહનોને નો એન્ટ્રી ના સમય માં પણ સિટી વિસ્તારમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે, આ વહીવટદારો ની વહીવટી કામગીરી ને લીધે “કે” ડિવિઝનમાં ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ નાં તમામ ભારે વાહનો નો એન્ટ્રી ના સમયમાં બેફામ સિટી વિસ્તારમાં ફરે છે.
ટ્રાફિક “કે” ડિવિઝનમાં વહીવટદારોની મહેરબાની થી પ્રાઈવેટ લક્ઝરી અને મોટા ડમ્ફર, ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સની અનેક ગાડીઓને અમદાવાદ સિટી વિસ્તારમાં કોઈપણ જાતની પરવાનગી વગર નરી આંખે ફરતી જોઈ શકાય છે પરંતુ શહેર માં લાગવેલ CCTV માં નજરે ન આવતા આ વહીવટદારો અને તેઓના ઉપરી અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી, આ વહીવટદારો દ્વારા ટ્રાફિક શાખા ના “કે” ડિવિઝન નાં પી.આઈ થી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી મોટી રકમના હપ્તા પહોંચાડી પોતાની અન્ય જગ્યાએ બદલી થઈ ગયેલ હોવા છતાં ટ્રાફિક શાખા નો વહીવટ સંભાળવામાં આવતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.




