અમદાવાદના સરખેજ વોર્ડમાં રુપિયા ૧૭.૫૦ કરોડના ખર્ચે પાંચ હજાર ચોરસ મીટર જગ્યામા બગીચો બનાવાયો, શકરી તળાવ બે વોટર ફાઉન્ટેન સાથે ડેવલપ કરાયુ છે, ૭૮૮૫૮ ચોરસ મીટર ક્ષેત્રફળ પૈકી ૩૪૬૭૬ ચોરસ મીટર જગ્યામા તળાવ ડેવલપ કરાયુ છે, શકરી તળાવ બે ફેઝમાં ડેવલપ કરાયુ છે, તળાવ ફરતે ત્રણ ગેટ બનાવી કમ્પાઉન્ડ વોલ બનાવાઈ છે, તળાવ ફરતે નાગરિકો માટે વોક-વે તથા બે ગઝેબો ,તળાવના ઘાટ બનાવાયા છે, બાળકો માટે રમત ગમતનુ મેદાન ઉપરાંત રમત ગમતના સાધનો ઉપલબ્ધ કરાવાયા છે, તળાવ વિકસિત કરવાની મોટાભાગની કામગીરી પુરી કરી લેવાઈ છે.