BREKING NEWS – દિલ્હીની રેડિસન હોટલ પાસે મોટા ધડાકાનો અવાજ આવતા અફરાતફરી મચી છે. મહીપાલપુર પાસે થયેલા વિસ્ફોટ બાદ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, બ્લાસ્ટનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, દિલ્હી પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક નિવેદન આપતા કહ્યું છે કે, રેડિસન હોટલ પાસે ધડાકાનો અવાજ સંભળાયો હોવાની ફરિયાદ હતી, જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ૦૯:૧૮ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ કર્યા બાદ કશું અજુગતું મળ્યું નથી.