સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ ના જમાલપુરમાં ઊંટવાળી ચાલી પાસે લાટી બજાર તરીકે જાણીતી ૧૩ હજાર વાર જગ્યા AMC એ ભાડાપટ્ટેથી આપેલ હતી આ ભાડા પટ્ટેથી આપેલ જગ્યાનો કરાર વર્ષ – ૨૦૦૯ માં પૂરો થઈ ગયો હતો તેમ છતાં જે તે સમયના AMC નાં મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ અન્ય જવાબદાર અધિકારીઓ દ્વારા જગ્યાનું ફરીથી પઝેશન મેળવવા કોઈ નકકર કાર્યવાહી કરેલ ન હતી.
વર્ષ -૨૦૦૯ થી બિલાલ શેખ દ્વારા આ જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરવાની સાથે ૩૦ જેટલી ગેરકાયદેસર દુકાનો ઊભી કરી તેના ભાડા વસૂલવામા આવતા હતા, ૧૬ વર્ષથી AMC ની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી જગ્યા પચાવી પડાઈ હતી, તેમ છતાં AMC નાં અત્યાર સુધીના હોદ્દેદારોએ પણ આ સમગ્ર મામલે કામગીરી કરી ન હતી, હાલમાં મેગા ડિમોલિશન ની કામગીરી કરાઈ રહી છે, તેની કામગીરી હજુ એક-બે દિવસ ચાલશે.