શિયાળાની ઋતુ ધીમે ધીમે જમાવટ કરી રહી છે ત્યારે ગુજરાતભર માં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે રાજ્યમાં રવિવારે રાત્રે રાજ્યના મુખ્ય ૬ શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૬ ડિગ્રીથી નીચે નોંધાયો હતો જેમાં વડોદરા નું ૧૪.૦ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું હતું, હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી ૩ દિવસ અમદાવાદમાં તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે અને ૨૨ મી નવેમ્બર બાદ પારો ૧૪ ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે, જેના કારણે ઠંડીનું જોર હજુ વધશે.
હાલમાં અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું છે, શહેરમાં સતત બીજા દિવસે પારો ૧૬ ડિગ્રીથી નીચે રહ્યો હતો, રવિવારે રાત્રે અમદાવાદમાં ૧૫.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રી ઓછું છે.