અમદાવાદ શહેરના વટવા વિસ્તારના નવાપુરા માં આમેના મસ્જીદ પાસે આવેલ દરબાર નગરમાં રહેતા પરિવારના સભ્યોની ઘરની આગળ આવેલી જગ્યામાં ઘરનો સામાન રાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરતા હતા, છેલ્લા કેટલાક દિવસથી ઘરની આગળ આવેલી ખુલ્લી જગ્યામાં મૂકેલા લાકડા બાબતે થયેલ ઝઘડા અને મારામારી થતાં રાત્રે પિતા અને પુત્ર સહિત અન્ય લોકો એ અદાવત રાખી બોલાચાલી બાદ વાહનમાં આગ લગાડી હતી, ત્યારબાદ સીટ કવર ઘરમાં ફેકતા ઘરમાં પણ આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, મુખ્ય આરોપી રાજા વિરુધ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલ હોવાની માહિતી મળેલ છે, વટવા પોલીસ દ્વારા ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.