ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓનાં ધોરણ – ૩ થી ૮ માં અભ્યાસ કરતાં બાળકો વાંચન, લેખન અને ગણનમાં પાછળ ન રહે તે માટે સરકાર દ્વારા ૪૦ લાખથી વધુ બાળકોના અભ્યાસની ચકાસણીને મિશન મોડમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, તારીખ – ૬ થી ૧૪ નવેમ્બર સુધી રાજ્યની તમામ સ્કૂલોમાં એક અઠવાડિયા દરમિયાન ડી.પી.ઈ.ઓ – પ્રાથમિક શિક્ષણના અધિકારીઓ સ્કૂલોમાં મુલાકાત લેવા જશે.
રાજ્ય સરકારે જી.સી.ઈ.આર.ટી દ્વારા તમામ જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ વિવિધ શહેરોની કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓ અને રાજ્યની તમામ જીલ્લા શિક્ષણ – તાલીમ ભવન – ડાયેટ કોલેજોને પરિપત્ર મોકલીને ધોરણ – ૩ થી ૮ માં અભ્યાસ કરતાં ૪૦ લાખ થી વધુ બાળકોના વાંચન, લેખન અને ગણન સુધારણા માટેની કામગીરી મિશન મોડમાં શરૂ કરવા આદેશ કર્યો છે.