
હાલમાં ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે હવે ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી, બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે રૂપિયા ૯૮૧૫ હજાર કરોડ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવાયો છે, આ સાથે ૯ નવેમ્બરથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૧૫ હજાર કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી, રાજ્યમાં કમોસમી વરસાદના લીધે ૪૨ લાખ હેક્ટર માં ૧૬,૦૦૦ જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે ત્યારે ખેડૂતોની ચિંતા કરતાં ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. ૯૮૧૫ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે.




