
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને ૫૨ રનથી હરાવીને મહિલા વનડે વર્લ્ડ કપ ૨૦૨૫ નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે, ફાઈનલ મેચ માં કેપ્ટન હરમનપ્રીતનો માસ્ટરસ્ટ્રોક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો ભલે તેણે બેટથી નોંધપાત્ર યોગદાન ન આપ્યું હોય, પરંતુ ફિલ્ડ પ્લેસમેન્ટથી લઈને બોલિંગમાં ફેરફાર સુધી દરેક બાબતમાં કેપ્ટન હરમનપ્રીત કૌર એકદમ સટીક રહી, મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતથી અનેક રેકોર્ડ બન્યા જેમાં સૌથી ખાસ રેકોર્ડ એ રહ્યો કે, પહેલીવાર ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ હારી ગયેલી ટીમ મહિલા વર્લ્ડ કપ જીતી ગઈ, આ અગાઉ આ કારનામું પુરુષ વર્લ્ડ કપમાં બે વાર થયુ હતું જોકે, મહિલા ક્રિકેટમાં આવું પહેલી વાર બન્યું છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની કેપ્ટને કહ્યું કે.. આ તો માત્ર શરૂઆત છે, હવે તેને પોતાની હેબિટ બનાવી લેશે.. અમે આ દીવાલને તોડવા માગતા હતા, અને હવે અમારી આગામી યોજના છે તેને આદત બનાવવાની, અમે લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, અને હવે એ ક્ષણ આવી ગઈ છે, આગળ હજુ પણ મોટી તકો આવશે અને અમે સતત સુધારો કરતા રહેવા માંગીએ છીએ, આ અંત નથી આરંભ છે.




