
રાજસ્થાનના ઉદયપુરથી એક આઇસર ગાડી દારૂ નો જથ્થો ભરીને નીકળી વડોદરા શહેરમાં આવવાની હોવાની બાતમી નાં આધારે જીલ્લા એલસીબી પોલીસ દ્વારા દુમાડ ચોકડી પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સાવલી રોડ એક્ઝિટ પોઇન્ટ પર વાહન ચેકિંગ સમયે આશરે સાડા ત્રણ વાગે એક આઇશર ટ્રક ને રોકવાનો ઇશારો કરતા ટ્રક ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે ભગાવી દેતા પોલીસે તેનો પીછો કરી વેમાલી ગામની સીમમાં આઇઓસી પેટ્રોલપંપ પાસે ગાડી ઝડપી પાડી ગાડીમાં બેસેલા ડ્રાઇવરનું નામ પૂછતા તેણે ચુનીલાલ દાલુજી ચૌહાણ રહે.સંતરામનગર, પાતળીયા હનુમાન મંદિર પાસે, પાદરા જણાવેલ અને ગાડીમાં શું છે તે અંગે પૂછપરછ કરતાં તેણે માર્બલ પાવડરની આડમાં દારૂનો જથ્થો ભર્યો છે તેમ જણાવ્યું હતું, પોલીસે ગાડીની તાડપત્રી ખોલી માર્બલ પાવડર ભરેલી ૧૮૦ બેગો હટાવી તપાસ કરતા મીણીયા થેલીઓમાં દારૂ અને બીયરની ૫૦૬૪ બોટલો, ટીન તેમજ આઇશર ગાડી મળી કુલ ૧૧.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.




