બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ના પહેલાં તબક્કાના ઉમેદવારો પર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR) અને બિહાર ચૂંટણી વોચે જાહેર કરેલ રિપોર્ટમાં ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, આ રિપોર્ટમાં ૧૩૧૪ માંથી ૧૩૦૩ ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેમાં ૪૨૩ એટલે કે કુલ ૩૨ ટકા ઉમેદવારોએ પોતાના ઉપર ગુનાઇત કેસોની જાહેરાત કરી છે, ૩૫૪ ઉમેદવારો એટલે કે ૨૭ ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાઇત કેસ દાખલ છે, ગંભીર કેસોમાં ૩૩ ઉમેદવારો હત્યા, ૮૬ હત્યાના પ્રયાસ અને ૪૨મહિલા ઉત્પીડનના કેસ સાથે જોડાયેલા છે, ૨ ઉમેદવાર એવા છે જે દુષ્કર્મ સહિતના કેસમાં જોડાયેલા છે, આ રિપોર્ટ જણાવે છે કે ગુનાખોરી અને રાજકારણનો સંબંધ હજુ પણ ગાઢ છે.